કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજ વિશેની ટિપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડતા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ પ્રમુખ બેચરભાઈ હોથીમોરબી : પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતા વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આજે મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક મહાસંમેલન મળ્યું છે. આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે.આ સંમેલનમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યું હતું કે અત્યારે દેખાદેખીમાં લગ્ન થઈ રહ્યા છે. સમાજના લોકોએ સમૂહ લગ્ન તરફ વળવું જોઈએ. વધુમાં કાજલ હીન્દુસ્તાનિએ જે ટિપ્પણી કરી છે તેને હું વખોડું છું. સંસ્થાના ટ્રસ્ટી એ.કે.પટેલ ફરીથી કોર્ટમાં માનહાનીનો દાવો કરશે.આ સંમેલનમાં જોધપર કુમાર છાત્રાલયના પ્રમુખ જયંતિભાઈ પટેલ, શનાળા પટેલ વાડીના પ્રમુખ નરભેરમભાઈ શિરવી, મોરબી જિલ્લા પાટીદાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ઉદ્યોગપતિ લીંબાભાઈ મસોત,કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઇ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, પાટીદાર અગ્રણી ટી.ડી. પટેલ, વિનુભાઈ વિડજા, એ.કે. પટેલ, અનિલ વરમોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.