મોરબીના વાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાલતી ટુર્નામેન્ટમાં બ્લ્યુગ્રેસ અને ભીમાણી ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પાટીદાર પ્રીમિયર લીગ રાત્રિપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે રાત્રે બ્લ્યુગ્રેસ અને ભીમાણી ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાનાર છે. લાખેણા ઈનામોની વણઝાર સાથે આજે બ્લ્યુગ્રેસ અને ભીમાણી ઇલેવન વચ્ચે જીત માટે આરપારની લડાઈ હોય ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આયોજક ભાવિક પટેલ અને હાર્દિક રૂપાલા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે.