જમીન પચાવી પાડવી, છેડતી અને દમન જેવા બનાવો રોકવા સંગઠન કામ કરશે : 2500 યુવાનો જોડાયામોરબી : મોરબી શહેર અને જિલ્લામા પાટીદાર સમાજને નિશાન બનાવી વ્યાજખોરો, લુખ્ખાઓ દમન ગુજારવાની સાથે હાલમાં સમાજના અનેક યુવાનો નશા અને ઓનલાઈન ગેમિંગને રવાડે ચડી ગયા હોય પાટીદાર સમાજને આવા અનિષ્ઠથી બચાવવા પાટીદાર યુવા સેવા સંઘની સ્થાપના થઇ છે. લાભ પાંચમે સંઘનું બીજ રોપાયા બાદ 15 દિવસમાં જ મોરબીના બગથળા ગામે પ્રથમ બેઠક યોજી સંગઠનની રચના કરવામાં આવતા 2500 યુવાનો આ સંગઠનમાં જોડાયા છે.મોરબી જિલ્લાના પૂર્વ પાસ નેતા મનોજ પનારાએ પાટીદાર યુવા સેવા સંઘની રચના અંગે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના પાટીદાર સમાજને ટારગેટ કરી વ્યાજખોરી, લુખ્ખાગીરી, છેડતી, ખોટી રીતે દબામણી સહિતના કિસ્સાઓ વધી રહ્યા હોવાથી લાભ પાચમના રોજ એક પ્રાથમિક બેઠક યોજ્યા બાદ બગથળા પટેલ સમાજ ખાતે શનિવારે એક મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં 2500 યુવાનો જોડાયા હતા અને પાટીદાર યુવા સેવા સંઘની સ્થપના કરવા નિર્ણય લેવાયો હતો. આ સેવા સંઘના અધ્યક્ષ તરીકે પણ મનોજ પનારાની નિમણૂક કરવામાં આવી છે.વધુમાં મનોજ પનારાએ ઉમેર્યું હતું કે, પ્રથમ તબક્કે મોરબી જિલ્લામાં 25 હજાર સભ્યોનું સંગઠન બનાવી સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યા પાટીદાર સમાજની જમીન પચાવી પાડવી, વ્યાજખોરી, છેડતી સહિતના બનાવોમાં ભોગ બનનારને પાટીદાર યુવા સેવા સંઘ મદદ કરશે જેમાં નિવૃત પોલીસ કર્મચારી, સમાજના વડીલો, વકીલો અને ઉદ્યોગકારો પાસેથી મદદ લેવામાં આવશે.____________________________________________છ મહિનામાં વ્યાજખોરી, દેણામા ત્રણ પાટીદાર યુવાનો ભોગ બન્યામનોજ પનારાએ જણાવ્યું હતું કે, મોરબીમાં વ્યાજખોરી અને આર્થિક સંકળામણને કારણે છ મહિનામાં ત્રણ પાટીદાર યુવાનો ભોગ બન્યા છે. ત્યારે આવા બનાવ બનતા અટકાવવા એ જ પાટીદાર યુવા સેવા સંઘનું મુખ્ય કામ રહેશે.____________________________________________નશો અને ઓનલાઈન ગેમની લત છોડાવવા પણ કામગીરી કરશેપાટીદાર યુવા સેવા સંઘ દ્વારા સમાજ ઉપર થઇ રહેલા ખોટા અત્યાચાર રોકવાની સાથે પાટીદાર યુવાનોને નશાની આદતમાંથી બહાર કાઢવા, ઓનલાઈન ગેમિંગ જેવા દુષણથી બચાવવા ઉપરાંત સમાજમાં દેખાદેખીમા થતા ખોટા ખર્ચ બંધ કરાવી કુરિવાજો સામે પણ સંઘ જાગૃતિ લાવી પાટીદાર સમાજના હિતમાં કામ કરશે.____________________________________________