મોરબીઃ ઉત્તરાયણના પર્વ દરમિયાન અનેક પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતાં હોય છે ત્યારે આ પક્ષીઓને બચાવવા માટે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દર વર્ષે સારવાર કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા સારવારમાં જેટલો ખર્ચ થશે તે તમામ પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. મહત્વનું છે કે, ઉત્તરાયણના પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મને બચાવો પક્ષી બચાવો અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે અંતર્ગત 2023ના આ અભિયાનામાં ડોક્ટરની ફી, દવાનો ખર્ચ, મંડપ ખર્ચ વગેરે તમામ અંદાજે 1 લાખ જેટલો ખર્ચ મોરબીની પાટીદાર નવરાત્રિ મહોત્સવ દ્વારા આપવામાં આવશે. આપને કોઈપણ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો કર્તવ્ય જીવદયા કેન્દ્રના હેલ્પલાઇન નંબર- 757486886 અથવા 7574885788 પર સંપર્ક કરવો.