મોરબી : આજે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા યદુનંદન ગૌશાળાને રૂપિયા ૨,૨૨,૨૨૨ નું દાન આપવામાં આવ્યું હતું. દાનના પર્વ ઉત્તરાયણ નિમિતે પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિના આગેવાન અજય લોરીયા સહિતના આયોજકો દ્વારા અંધ, અપંગ ગાયોની સેવા ચાકરી કરતી યદુનંદન ગૌશાળાને રૂપિયા ૨,૨૨,૨૨૨ નું દાન લીલા સૂકા ઘાસચારા પેટે આપવામાં આવ્યું હતું.