મોરબી : મોરબીમાં દર વર્ષે ગૌમાતાઓના ઘાસચારા તથા પછાત વર્ગના વિદ્યાર્થીઓના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાઈ છે.પણ આ વખતે કોરોના કાળને કારણે તમામ ધાર્મિક ઉત્સવો રદ કરવામાં આવ્યા છે.જોકે હજુ નવરાત્રી મહોત્સવને વાર છે.ત્યારે આ કોરોના કાળમાં નવરાત્રી મહોત્સવને છૂટ આપવી કે નહીં તે અંગે સરકાર ગંભીરપણે વિચારી રહી છે ત્યારે મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયાએ આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવ નહિ યોજાઈ તેવો સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો છે તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં સરકાર નવરાત્રી મહોત્સવને કદાચ મંજૂરી આપે તો પણ જાહેર હિતની સલામતીને ધ્યાને લઈને આ વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.