મોરબી : સામાજિક એકતા અને સાંસ્કૃતિક ઉત્સાહને પ્રોત્સાહન આપવા શ્રી સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવાર મોરબી જિલ્લા દ્વારા એક વિશેષ સ્નેહમિલન તથા નવરાત્રી મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા તેમજ જિલ્લાના વતની તમામ પાટીદાર અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો એકમેકનો પરિચય અને વેલકમ નવરાત્રિના કોન્સેપ્ટ સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના આયોજકોના જણાવ્યા પ્રમાણે, આ પ્રસંગ દ્વારા સમાજના કર્મયોગીઓ વચ્ચે સ્નેહનું સંનાદ કરવા અને નવરાત્રીના પવિત્ર તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવવાનો ઉદ્દેશ્ય છે. આજે 13 સપ્ટેમ્બર ને શનિવારે સાંજે 4 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થશે. અધિકારીઓ કર્મચારીઓ પરિવારનો સંવાદ પરીચયના અંતે સાંજે 7 વાગ્યે ભોજન સમારંભ યોજાશે. ત્યાર બાદ રાત્રે 8-30 વાગ્યે રાસ ગરબાની રમઝટ બોલશે. આ કાર્ક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.