મોરબી : મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ભાવપર ગામના પાટીદાર ગ્રુપના દરેક સભ્યોનું સ્નેહમિલન આગામી તારીખ 6 જાન્યુઆરી ને શનિવારના રોજ યોજાશે.આગામી તા. 6 જાન્યુઆરીને શનિવારે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોરબીના ધુનડા રોડ પર આવેલા સરસ્વતી ફાર્મ હાઉસ ખાતે ભાવપર ગામના પાટીદાર ગ્રુપના સભ્યોનું પ્રથમ સ્નેહમિલન યોજાશે. જેમાં પૂ. દામજી ભગત આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ભાવપર ગામના વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે સૌ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો ભાવપર ગામના લોકોને આ સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.