પશુઓને આયુર્વેદિક દવાવાળા લાડુ ખવડાવી લીમડાના પાણીનો છટકાવ મોરબી : મોરબી જિલ્લામાં લમ્પી વાયરસના કેસો વધી રહ્યા છે. દરરોજ પશુઓના મોત થઈ રહ્યા છે. ત્યારે પટેલ યુવા મિત્ર મંડળ અને કે.પી. બોડિંગ દ્વારા આસપાસના વિસ્તારોમાં ગૌમાતા તથા પશુઓને આયુર્વેદિક દવાઓવાળા લાડુ ખવડાવી તથા લીમડાના પાણીનો છટકાવ કરવામાં આવ્યો હતો. પટેલ યુવા મિત્ર મંડળની આ સેવામાં સહકાર આપવા ઈચ્છુક લોકો મો.નં. 9898039941 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.