મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્કેટીંગ યાર્ડ સામે આવેલ નવા હાઉસિંગ બોર્ડ મેઈન રોડ પર ખાડા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ દરમ્યાન ભાજપ શહેર મહામંત્રી ભુપતભાઇ જારીયાએ નિરીક્ષણ કરી કામ યોગ્ય કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત આ કામગીરી શરૂ થઈ ત્યારે પાલિકા પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા, જયદીપભાઈ દેત્રોજા, મોરબી શહેર મહામંત્રી ભુપતભાઇ જારીયા, હિરેનભાઈ કારોતરા, યોગીભાઈ જાડેજા, મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, સરલાબેન રાચ્છ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.