મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં માત્ર એક જ પંખો ચાલુ છે. તે પણ કહેવા પૂરતો ધીમો ધીમો ફરે છે. બાકી તમામ પંખા બંધ હોવાથી બફારામાં મુસાફરોને અગવડતા પડી રહી હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે એસટી તંત્ર આ મામલે ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ છે.