એસટી તંત્રની બેદરકારીના કારણે 60 જેટલા મુસાફરો પરેશાન થયામોરબી : મોરબીથી સુરત જતા મુસાફરોને એસટી તંત્રની લાલિયાવાડી અને બેદરકારીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મોરબી-સુરત રૂટ પર ચાલતી સ્લીપર બસના સ્થાને અચાનક સાદી બસ ફાળવી દેવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મુસાફરોએ મોરબીથી સુરત જવા માટે એડવાન્સમાં સ્લીપર બસની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ જ્યારે બસ ઉપડવાનો સમય થયો ત્યારે બસ સ્ટેન્ડ પર સ્લીપર બસની જગ્યાએ સાદી (સીટીંગ) બસ મુકવામાં આવી હતી. સુરત સુધીની લાંબા અંતરની મુસાફરી હોવા છતાં અચાનક જ સાદી બસ ફાળવવામાં આવતા આશરે 60 જેટલા મુસાફરોને રાત્રિ દરમિયાન બેસીને જવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા અગાઉથી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના બસ બદલી નાખવામાં આવતા 60 મુસાફરો પરેશાન થયા હતા અને એસટી વિભાગની આ પ્રકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.આ અંગે મોરબી એસટી ડેપો મેનેજર પ્રવિણસિંહ કુંપાવતે જણાવ્યું હતું કે, ઘણી વખત કોઈ કારણોસર બસ બ્રેક ડાઉન થતી હોય આ પ્રકારની સ્થિતિ નિર્માણ પામતી હોય છે. મોરબી-સુરત રૂટની જે બસ હતી તે સાણંદ પાસે બ્રેક ડાઉન થઈ હોય મુસાફરોને સાદી બસ ફાળવવામાં આવી હતી. આવી સ્થિતિમાં મુસાફરોને વધારાના રૂપિયા પરત કરી દેવામાં આવતા હોય છે.#MorbiUpdate #MorbiNews #MorbiToSurat #STBus #GujaratST #PassengerIssues #Morbi