મોરબી : મોરબીમાં શક્તિધામ મંદિર ખાતે આવતીકાલ શ્રાવણ માસના ત્રીજા સોમવારે તા. 11-8-2025ના રોજ સવારે 8 થી સાંજના 8 કલાક દરમ્યાન પશુપતિનાથના દુર્લભ દર્શન આયોજન કરવામાં આવ્યું છે. તથા સાંજે 7 કલાકે ઓરકેસ્ટ્રાના સથવારે સંધ્યા મહાઆરતીનું આયોજન કરાયું છે. ત્યારે આ દર્શનનો લાભ લેવા ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.