મોરબી : આજે તારીખ 20 ઓગસ્ટથી પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રી જૈન તપગચ્છ સંઘ મોરબી સંચાલિત રીલીફનગર જૈન દેરાસર ખાતે ચરમ તીર્થકર ભગવાનશ્રી મહાવીર સ્વામીની છત્રછાયામાં પર્વાધીરાજ પર્યુષણ પર્વના મંગલ વધામણા થયા છે. પર્વાધીરાજ પર્યુષણ દરમિયાન આજે તારીખ 20 ઓગસ્ટથી દરરોજ રાત્રે 9 કલાકથી ભક્તિ ભાવના શરૂ થશે.આ પર્યુષણ પર્વમાં સુપ્રસિદ્ધ જૈન સંગીતકાર મોરબી સંઘ રત્ન ભાવેશભાઈ દોશી તથા તેમની ટીમના દરરોજ રાત્રે પ્રભુ ભક્તિમય કાર્યક્રમ રજૂ કરશે. તો આ કાર્યક્રમમાં પધારવા સૌને રીલીફનગર જૈન દેરાસર કમિટી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.