મોરબી : મોરબીમાં ભાગીદારીમાં કરેલ ધંધામાં નુકસાની આવતા એક ભાગીદારે બીજા ભાગીદારના રવાપર રોડ સ્થિત ઘર પાસે જઈ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી નાક ઉપર ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર મકાનમાં રહેતા દીલીભાઇ વાઘજીભાઇ જીવાણીએ અગાઉ અમીતભાઇ દલીચંદભાઇ વરમોરા રહે-વેલ્કમ પ્રાઇડ ક્રીષ્નાસ્કુલની સામે મોરબી સાથે ભાગીદારીમાં વેપાર-ધંધો ચાલુ કર્યો હોય ત્યારે જૂની ભાગીદારીના ધંધામાં નુકસાની જતા મનદુઃખ રાખી આરોપી અમિતભાઇ દલીચંદભાઈ વરમોરાએ રવાપર રોડ નરસંગ ટેકરીની બાજુમાં આવેલ વિજયનગર નજીક દિલીપભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી એકદમ ઉશ્કેરાઈને લાતો ઢીંકા-પાટુનો માર મારવા લાગ્યા હતા અને મારામારીમાં દિલીપભાઈને શરીરે મૂઢ ઇજા તથા નાકના ભાગે ફ્રેક્ચર જેવી ઈજાઓ કરતા દિલીપભાઈ જીવાણીએ આરોપી અમિતભાઇ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.