કોવિન પોર્ટલ ઉપર ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ વેકસીન મુકાવી શકાશે મોરબી : રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાની ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથ ધરાવતા લોકો માટે તા.૪ જૂનથી જિલ્લાના કુલ ૧૫ સ્થળો ઉપરથી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના દરેક ગામના ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથ ધરાવતા લોકોને પોતાના ગામથી નજીકના સ્થળોએ કોરોના વેકસીન મળી રહે તેવા હેતુસર રસીકરણ સ્થળોમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલ તા.૭ થી જિલ્લાના કુલ ૧૫ સ્થળો ઉપરથી વેકસીન આપવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આંશિક ફેરફાર કરાયેલા સ્થળોની યાદી મુજબ મોરબી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર આમરણ, પેટા આરોગ્ય કેન્દ્ર રાજપર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહીક આરોગ્ય કેન્દ્ર જેતપર, સિવિલ હોસ્પિટલ મોરબી, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર રોડ અર્બન સેન્ટર હાય સેન્ટર (પરસોતમ ચોક), ટંકારા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા (ખાં), પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લજાઈ, માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, વાંકાનેર તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઢુંવા, સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ વાંકાનેર અને હળવદ તાલુકામાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ હળવદ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર (રણ) ખાતે કાલથી ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના લોકો વિનામૂલ્યે વેકસીન લઈ શકશે. તેથી આ વયજૂથના લોકોને વેકસીન લઈને કોરોનાથી રક્ષણ મેળવવા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરાએ અપીલ કરી છે.