બકરી ઈદની રજા 27 મેના બદલે 28 મેના રોજ જાહેર થતાં પરીક્ષાની તારીખોમાં કરાયો ફેરફાર: નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને તલાટી સંવર્ગના કર્મચારીઓએ ખાસ નોંધ લેવા તાકીદમોરબી : ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-2026 ની તૈયારી કરતા મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે એક અગત્યના સમાચાર છે. મહેસૂલ વિભાગના 02/04/2026 ના પરિપત્રથી નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે 25/05/2026 થી 30/05/2026 સુધી લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.સામાન્ય વહીવટ વિભાગના 22/05/2026 ના જાહેરનામાથી બકરી ઇદની જાહેર રજા તારીખ 27 મેના બદલે 28 મે 2026, ગુરૂવારના રોજ જાહેર કરવામાં આવી છે. જેને પગલે મહેસૂલ વિભાગના 23/05/2026 ના પરિપત્ર અન્વયે પરીક્ષાના કાર્યક્રમમાં જરૂરી ફેરફારો કરીને નવો સુધારેલો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.નવો સુધારેલો પરીક્ષા કાર્યક્રમ નીચે મુજબ રહેશે25/05/2026 (પ્રશ્નપત્ર નં.-1) 10:30 થી 11:30 કલાક - હેતુલક્ષી (પુસ્તકો સિવાય)11:40 થી 13:40 કલાક - વર્ણનાત્મક (પુસ્તકો સાથે)26/05/2026 (પ્રશ્નપત્ર નં.-2) 10:30 થી 11:30 કલાક - હેતુલક્ષી (પુસ્તકો સિવાય)11:40 થી 13:40 કલાક - વર્ણનાત્મક (પુસ્તકો સાથે) 27/05/2026 (પ્રશ્નપત્ર નં.-3) 10:30 થી 11:30 કલાક - હેતુલક્ષી (પુસ્તકો સિવાય)11:40 થી 13:40 કલાક - વર્ણનાત્મક (પુસ્તકો સાથે)29/05/2026 (પ્રશ્નપત્ર નં.-4) 10:30 થી 11:30 કલાક - હેતુલક્ષી (પુસ્તકો સિવાય) 11:40 થી 13:40 કલાક - વર્ણનાત્મક (પુસ્તકો સાથે)30/05/2026 (પ્રશ્નપત્ર નં.-5) 10:30 થી 11:30 કલાક - હેતુલક્ષી (પુસ્તકો સિવાય)11:40 થી 13:40 કલાક - વર્ણનાત્મક (પુસ્તકો સાથે)ઉક્ત પરીક્ષા કાર્યક્રમની તમામ સંબંધિત કર્મચારીઓએ ખાસ નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.#MorbiUpdate #GujaratRevenueExam #ExamScheduleChanged #GujaratNews #CompetitiveExams #RevenueDepartment #GujaratGovt