મોરબી : મોરબીમાં ગઈકાલે અખાત્રીજના દિવસે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભગવાન પરશુરામજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે 4 કલાકે ગાયત્રી મંદિર વાઘપરથી પ્રસ્થાન થયેલી પરશુરામજીની શોભાયાત્રાનું ગાંધી ચોક સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.