હળવદ : હળવદ તાલુકાના અજિતગઢ ગામે મિલનકુમાર ચતુરભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા મનીષાબેન ચીમાભાઈ આદિવાસી નામના 20 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.