મોરબીના રાજપર ગામની ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના રાજપર ગામે રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આપઘાતના આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રાજપર ગામે રહેતા મધુબેન નરભેરામભાઇ મારવાણીયા (ઉ.વ.૫૫) નામના મહિલાએ ગઈકાલે તા.૨૪ ના રોજ પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળે ફાસો ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..