મોરબી : મોરબીના અણીયારી જેતપર રોડ પર ચાલુ રીક્ષાએ ચક્કર આવતા નીચે પટકાતા પરિણીતાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અણીયારી ગામે રહેતા ગીતાબેન અલ્પેશભાઈ ગડેશીયા (ઉવ.૨૧) નામના પરિણીતા ગઈકાલે તા.૨૪ ના રોજ અણીયારી ગામથી રીક્ષામાં બેસી જેતપર તરફ જતા હતા અને લોમીનો કારખાના પાસે પંહોચેલ ત્યારે ચકકર આવતા રીક્ષામાંથી પડી જતા માંથામાં ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેઓની ડેડબોડી મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ જેતપર OP ના ASI આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.