મોરબી : પરહિતકર્મ ગ્રુપ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં મુત્યુ પામેલા દિવગંતોની આત્મા શાંતિ માટે ઓપરેશન સિંદુરની રંગોળી દોરી અને 51 નારીયેળ કિડીયારૂ પૂરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચાર દિવસ અલગ અલગ હાઈવે વિસ્તારમાં બાળકોને ડ્રાયફ્રૂટ લચ્છી, બનાના ચોકલેટ, મીલ્કશેઈક, ખજુર વિથ ડ્રાયફ્રૂટ મીલ્કશેઈક પિવડાવામાં આવ્યો હતો અને દિવાળીના પવિત્ર દિવસે બાળકોને ડ્રાયફ્રૂટ કચરીયુ ખવડાવવામા આવ્યું હતું. દરરોજ 60 બાળકોને અલગ અલગ નાસ્તો ખવડાવીને પહેલગામ આતંકી હુમલાનાં દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.