દાતાઓના સહયોગથી હાઈવે સહિતના અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ બપોરે 2 કલાક સેવા આપી મિત્રોએ માનવતા મહેકાવીમોરબી : ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો જ્યારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ ફેલાઈ રહી છે. મોરબીના પરહિતકર્મ ગ્રુપ દ્વારા છેલ્લા 53 દિવસથી સતત સેવાનો ભેખ ધરીને ગરમીમાં રાહત આપવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.પરહિતકર્મ ગ્રુપ અને દાતાઓના આર્થિક સહયોગથી હાઈવે ઉપર તેમજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સેવાની સરવાણી વહી રહી છે. આ કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને વાહનચાલકોને ઠંડક મળી રહે તે માટે છેલ્લા 53 દિવસથી લીંબુ સરબત, વરીયાળી સરબત, મસાલા છાસ અને અન્ય સરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, આકરા તડકામાં ખુલ્લા પગે ફરતા ગરીબ અને શ્રમિક પરિવારના નાના બાળકોને ગરમીથી રક્ષણ મળી રહે તે હેતુથી ચંપલનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ કાળઝાળ ગરમીમાં જ્યારે સામાન્ય લોકો બહાર નીકળવાનું ટાળે છે, ત્યારે પરહિતકર્મ ગ્રુપના સભ્યો અને મિત્રો દરરોજ બપોરના સમયે પોતાના કિંમતી સમયમાંથી 2 કલાકનો સમય ફાળવી રહ્યા છે. ધોમધખતા તડકામાં પરસેવે રેબઝેબ થઈને પણ નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા આ તમામ મિત્રોની કામગીરી ખરેખર પ્રશંસનીય અને દિલથી વંદનીય છે.#Morbi #MorbiUpdate #SocialService #ParhitkarmaGroup #SummerService #Humanity #MorbiNews