ઓફલાઇન શિક્ષણ ચાલુ રાખવું કે બંધ કરવું તે અંગે વાલીઓની અલગ અલગ પ્રતિક્રિયા મોરબી : મોરબીની શાળાઓમાં કોરોના સંક્રમણ વધતા વાલીઓ અને શિક્ષણ આલમમાં ચિંતાનું મોજું ફરી ફળ્યું છે. ખાસ કરીને શાળાઓમાં હજુ રસી મુકાઈ નથી ત્યારે પોતાના શાળામાં ભણતા બાળકો કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે વાલીઓની ચિંતા સહજ છે. આવા સમયે શાળાઓમાં શિક્ષણ ચાલુ રાખવું જોઈએ કે બંધ કરવું જોઈએ તે અંગે મોરબીના વાલીઓએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. વાલીઓને શાળાઓમાં વકરતા કોરોના સંક્રમણ અને શિક્ષણ બન્નેની ચિંતા છે. આથી વાલીઓ કોરોના મુદ્દે આપેલા પોતાના મંતવ્યો નીચે મુજબ છે. કોરોના હવે સ્કૂલો પ્રવેશી ગયો છે ત્યારે કોરોનાના હાઉથી ડરવાને બદલે બને તેટલી વધુને વધુ સાવેચતી રાખવી જરૂરી છે. તેમ જણાવતા વાલી સંજયભાઈ રાજપરા કહે છે કે, જો તાત્કાલિક અસરથી સ્કૂલો બંધ થશે તો માંડ માંડ પાટે ચડેલી શિક્ષણની ગાડી ફરી ગોથે ચડશે. હાલ તો ગંભીર સ્થિતિ ન હોય કોરોનાની તમામ ગાઈડલાઈનનું સ્કૂલોમાં ચુસ્તપણે પાલન સાથે શિક્ષણ ચાલુ રાખવું જોઈએ.જો પરિસ્થિતિ કાબુ બહાર જાય તો જ ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરી શકાય. હાલ તો ઓનલાઈન શિક્ષણ માટે હજુ વેઇટ એન્ટ વોચ કરવું જોઈએ. તકેદારીના પગલાં સાથે કોરોનાનો સામનો કરી ઓફલાઇન શિક્ષણ ચાલુ રાખવું જોઈએ મોરબીના અગ્રણી સિરામીક ઉદ્યોગપતિ અને વાલી એવા નિલેશભાઈ જેતપરિયા કહે છે કે, ઓફલાઇન શિક્ષણમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. જે ઓનલાઈન શિક્ષણમાં થઈ શકતું નથી. પણ હાલ કોરોનાની શાળાઓમાં જે પરિસ્થિતિ સામે આવી રહી છે અને આગામી સમયમાં ક્યાં સુધી આ પરિસ્થિતિ પહોંચે એ નક્કી નથી.એટલે તકેદારીના ભાગરૂપે 15 દિવસ સુધી હાલના તબબકે શાળાઓ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવું જોઈએ, કારણ કે નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આવી તકેદારી રાખવી જરૂરી છે. 15 દિવસ પછી પરિસ્થિતિ સારી હોય તો ફરીથી સ્કૂલો શરૂ કરી શકાય. જો કે શાળાઓમાં શિક્ષણ ઓનલાઇન રાખવુ જોઈએ. ખાસ તો ધો. 1થી 5માં આ અંગે ત્વરિત નિર્ણય લેવો જરૂરી છે. કારણકે બાળકો પ્રોટોકોલનો કેવી રીતે અમલ કરે ? બાળકો જે વાનમાં શાળામાં જાય છે તે વાનમાં ખીચોખીચ બાળકો ભર્યા હોય છે. તેમાં પણ શિયાળાને લીધે બારી પણ બંધ હોય એટલે સંક્રમણની શકયતા વધી જતી હોવાનું મોરબીના વાલી નિલેશ રાચ્છે જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..