મોરબી : નવયુગ ગ્રુપમાં એજ્યુકેશન હરહંમેશ વાલીઓના પ્રશ્નોને લઈને ચિંતિત હોય છે તે અનુસંધાને દર છ મહિને વાલી સેમિનારનું આયોજન કરવામાં આવે છે. તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તમામ વિભાગના પ્રિન્સિપાલો અને તમામ વિષયના શિક્ષકો દ્વારા વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. સેમિનાર પૂર્ણ થયાં બાદ સર્વે સાથે મળીને ભોજનનો પણ આનંદ માણે છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને શિસ્ત સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. સાથે સાથે વાલીઓને પણ જાગૃત કરવામાં આવે છે.આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને તમામ વિભાગના પ્રિન્સિપાલ અને શિક્ષક ગણ એ જહેમત ઉઠાવી હતી.