પરશુરામ યુવા ગ્રુપની નવી ટીમની રચના સાથે અન્નકૂટનાં દર્શન તથા મહાઆરતી યોજાઈ મોરબી: છેલ્લા 15 વર્ષોથી મોરબીમાં આયોજિત થતા પરશુરામ જન્મોત્સવની ગઈકાલે શુક્રવારે સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કોરોના મહામારીને લઈને શોભાયાત્રા રદ કરવામાં આવી હતી. જો કે, પરશુરામ ધામ ખાતે અન્નકૂટ અને મહાઆરતીનું સાદગીભર્યા વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું અને નવી યુવા ટીમની રચના કરવામાં આવી હતી. શુક્રવારે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પરશુરામ યુવાગ્રુપની નવી ટિમની રચના કરવામાં આવેલ હતી. જેમાં પરશુરામ યુવાગ્રુપના નવા પ્રમુખ તરીકે નીરજ ભાઈ ભટ્ટ, મહામંત્રી તરીકે ધ્યાનેશભાઈ રાવલ, ધર્મેન્દ્રભાઈ જોષી, ઉપપ્રમુખ તરીકે ચિંતનભાઈ ભટ્ટ, અમિતભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ દવે, ધ્વનિતભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ શુક્લ, સહમંત્રી તરીકે આર્યનભાઈ ત્રિવેદી, યજ્ઞેશભાઈ જાની, પ્રણવભાઈ ત્રિવેદી, ઉર્વીશભાઈ જોષી, યાજ્ઞિકભાઈ ગામોટ, ખજાનચી તરીકે મનિષભાઈ જોષી, સોશ્યલ મિડિયા ઈન્ચાર્જ તરીકે હર્ષભાઈ વ્યાસની વરણી કરવામાં આવી હતી. આ તકે પરશુરામધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા, દિનેશભાઈ પંડ્યા, મુકુંદરાય પી. જોશી, વિનુંભાઈ ભટ્ટ, દિપકભાઈ મહેતા, દિનેશભાઈ રાવલ, મુકેશભાઈ રાજગોર, હસુભાઈ પંડ્યા, કિશનભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ જોશી, તેમજ સમાજના આગેવાન વડીલો હાજર રહીને પરશુરામ દાદાની મહા આરતી તથા અન્નકૂટના પ્રસાદનો લાભ લીધેલ હતો.