લોકરક્ષકદળનું પેપર ફૂટવા મામલે પેપર ફાડી વિરોધ કરવાનો એનએસયુઆઈ નો પ્રયાસ નિષ્ફળ મોરબી : ગઈકાલે લોકરક્ષકદળની ભરતી માટે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થઈ જતા આજે મોરબી એનએસયુઆઈ દ્વારા મોરબી નેહરુ ગેઇટ ચોક ખાતે પેપર ફાડી સરકાર હે હાયના નારા લગાવાયા હતા પરંતુ પોલીસે પેપર ફાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. મોરબી એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આજે મોરબીમાં પેપર લીક કાંડનો જબરો વિરોધ કરી સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી લોકરક્ષક દળનું પેપરલીક થવાની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.આ તકે શહેર યુવા કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી સહિતના આગ્રણીઓ હાજર રહ્યા હતા.