મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર), ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ દ્વારા તા. 12 જુલાઈના રાષ્ટ્રીય પેપર બેગ દિવસ નિમિત્તે પેપર બેગની વિડિઓ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેતાં સ્પર્ધકોએ ઘરે રહીને ઘરમાં રહેલાં વેસ્ટ કાગળ કે કોઈપણ કાગળમાંથી જુદી-જુદી બેગ, થેલી બનાવવાની છે. આ સ્પર્ધામાં ઘરમાંથી આસાનીથી મળી શકે તેવાં કાગળની પેપર બેગ બનાવવાની છે. સ્પર્ધકોએ અન્ય કોઈ જગ્યાએથી કોપી કરેલ ન હોવી જોઈએ. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે ફોટો કે વિડીયો બનાવી સ્પર્ધકનું પુરુ નામ, ધોરણ, વ્યવસાય, સરનામુ તથા ફોન નંબર નીચે દર્શાવેલ વૉટ્સેપ નંબર પર મોકલી આપવાનું રહેશે. આ સ્પર્ધામાં એન્ટ્રીની છેલ્લી તારીખ 20/7/2020 છે. આ સ્પર્ધામાં કેટેગરી-1 ધોરણ 1 થી 5, કેટેગરી-2 ધોરણ 6 થી 8, કેટેગરી-3 ધોરણ 9 થી12, કેટેગરી-4 કૉલેજનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો, તજજ્ઞો તથા વાલીઓ માટે રહેશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વ્યક્તિમાં રહેલી કલા અને સર્જનાત્મક શક્તિને બહાર લાવવાનો છે. આ સ્પર્ધામા કેટેગરી મુજબ ભાગ લેવા આવેલ બધાં જ સ્પર્ધકોને પ્રમાણપત્રો તથા વિજેતાઓને શીલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. (એલ.એમ.ભટ્ટ 98249 12230 / 87801 27202, દીપેન ભટ્ટ 97279 86386)