મોરબી : શ્રી ઉમિયાધામ-સિદસર દ્વારા સમાજના સર્વાંગી વિકાસ, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓના સુચારુ આયોજન તથા સંગઠન શક્તિના વિસ્તરણ માટે સંગઠન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મોરબીના રજનીકાંત રમેશભાઈ કાલરિયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.તેમની સંસ્થા પ્રત્યેની નિષ્ઠા, સેવાભાવના, કાર્યદક્ષતા અને સમાજહિતની ભાવનાને ધ્યાને રાખીને રજનીકાંત રમેશભાઈ કાલરિયાની ઉપપ્રમુખ, મોરબી શહેર-૧, સંગઠન સમિતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહાશિવરાત્રીના પાવન પર્વે ઉમિયાધામ-સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી અને સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાબડિયા દ્વારા તેમને 'અભિનંદન પત્ર' પાઠવીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.સંસ્થા દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે તેઓ સંસ્થાના ઉદ્દેશો અને આદર્શોને ધ્યાનમાં રાખીને મંદિર તથા સમાજના વિકાસમાં સક્રિય, સમર્પિત અને પ્રેરણાદાયી ભૂમિકા નિભાવશે. રજનીકાંતભાઈને આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા પાટીદાર સમાજ અને તેમના મિત્રવર્તુળમાંથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #UmiyadhamSidsar #Umiyadham #PatidarSamaj #KadvaPatidar #RajnikantKalariya #PrideOfMorbi #Gujarat