કેબિનેટ મંત્રી બાવળિયા અને સાંસદ કુંડારીયા રહેશે ઉપસ્થિત મોરબી : મોરબી તાલુકામાં પાનેલી- મકનસર પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે શનિવારના રોજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. કાલે તા. ૨ ને શનિવારના રોજ બપોરે ૩ કલાકે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને સંસદ સભ્ય મૉહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને પાનેલી રોડ પર આરગિલ કારખાના સામે પાનૅલી મકનસર પાણી પુરવઠા યોજનાનો ભુમી પુજન કાર્યક્રમ યોજાશે. આ યોજનાથી પાનેલી,મકનસર,જાબુડીયા, લખધીરપુર, ગીડચ, કાલીકાનગર, બંધુનગર જૉધપર ગામને કેનાલના પાણીનો સીધૉ લાભ મળશે. આ તકે ઉપસ્થિત રહેવા ગ્રામજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en