મોરબી : ખેલ મહાકુંભ 2.0માં મોરબી જિલ્લા કક્ષાએ કબડ્ડી અન્ડર-14માં પાંડાતીરથ પ્રાથમિક શાળા વિજેતા બની છે. જિલ્લા કક્ષાની કબડ્ડીમાં પાંડાતીરથ પ્રા.શાળાના બાળકોએ ઉત્તમ પ્રદર્શન કરી જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જિલ્લા કક્ષાની રમતમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પાંડાતીરથ પ્રા.શાળા વિજેતા બની હતી. જે બદલ શાળાના શિક્ષકો, આચાર્ય, એસએમસી પાંડાતીરથ સર્વેને પાંડાતીરથ સરપંચએ ખુબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.