મોરબી : પંચશીલ ફાઉન્ડેશન તથા માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ - મોરબી દ્વારા તા. 18-5-2025ને રવિવારના રોજ પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં અનું. જાતિની 11 દીકરીઓના લગ્ન કરાવવાના છે. જેમાં ગરીબ માતા- બાપ, તથા માતા-પિતા વિનાની દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. તો આ સમૂહ લગ્નનો લાભ લેવા ઇચ્છુક લોકોએ માં નાગલ પાન ભદિયાડ રોડ, નોબેલ સ્કૂલ ખોડીયાર ચેમ્બર મોરબી-2 ખાતે ફોર્મ ભરવાનું રહેશે. તેમજ વધુ માહિતી માટે મો.નં. 99097 01973 /95371 02327 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.