મોરબી : મોરબી સાયન્સ કોલેજની પાછળ આવેલી જીવરાજ પાર્ક સોસાયટી ખાતે તા. 6 ને ચૈત્ર પૂનમને હનુમાન જયંતિના દિવસે પંચમુખી હનુમાનજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં સવારે 7 કલાકે ધ્વજારોહણ, સવારે 8 કલાકે મુર્તિ સામૈયા, સવારે 9 કલાકે હવન યજ્ઞ તેમજ સાંજે 6.30 કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાત્રીના 10 કલાકે સંતવાણીના કાર્યક્રમમાં લોકગાયક જગદીશ ચૌહાણ તેમજ અન્ય સંતવાણીના આરાધકો રમઝટ બોલાવશે. મોરબી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.