મોરબી : મોરબીના પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલ તારીખ 2 નવેમ્બર ને રવિવારથી જાહેર જનતાના લાભાર્થે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં દરેક સ્કૂલના પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી, નવનીત, ક્લાસમેટ, વિજન વગેરે કંપનીની નોટબુક, ફોરલાઈન, ચેક્સ લાઈન, સીંગલ લાઈન, ટુ લાઈન નોટબુકો રાહત દરે તારીખ 7 નવેમ્બર સુધી મળશે. સાથે જ પુઠ્ઠાના રોલ, કંપાસ, સ્કૂલબેગ, વોટરબેગ, પેડ પાઉચ, સ્લેટ સહિતની વસ્તુઓ પણ રાહતભાવે મળશે. આ વિતરણ મોરબીના ઉમા સ્કૂલની સામે વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે સવારે 10 થી 1 અને બપોરે 3 થી 8 વાગ્યા સુધી કરવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે મોરબી વાસીઓને લાભ લેવા જણાવાયું છે.