વાંકાનેર : માં અંબાના પ્રાગટ્ય દિન પોષી પૂર્ણિમાના દિવસે આજે તા. 17ને સોમવારના રોજ વાંકાનેરમાં ખિજડીયાવાળા ગોહેલ પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અબુરદામલ (આબુ પર્વત) પ્રદેશમાં અરવલ્લી પર્વતના આરાસુરના શિખરે મા અંબાનું પોષી પૂર્ણિમાએ પ્રાગટ્ય થયું એટલે કે શક્તિપીઠ રચાયું હોય, એવી પૌરાણિક માન્યતા છે. ત્યારે વાંકાનેર ખાતે ખિજડીયાવાળા લુહાર ગોહેલ પરિવાર દ્વારા અંબા માતાના પ્રાગટ્ય દિવસે પરિવારના મઢે પંચકુંડી યજ્ઞનું આયોજન કરેલ હતું. તેમાં 9 યુગલોએ હવનમાં લાભ લીધેલ હતો. અને પરિવાર દ્વારા ધજા ચઢાવવામાં આવેલ હતી. આ પ્રસંગે ગોહિલ પરિવાર એ દર્શનનો લ્હાવો લીધો હતો. ત્યારબાદ સમૂહભોજન રાખવામાં આવેલ હતું. ઉલ્લેખનીય છે કે ગોહિલ પરિવારની કમિટી દ્વારા આ આયોજન કરવામાં આવેલ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..