હળવદઃ હળવદના માળીય હાઈવે પર આવેલા કંસારીયા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતી નિમિત્તે દિવસે પંચકુંડી મારૂતિ યજ્ઞ અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 5 એપ્રિલ ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનીક જીતુગીરી ગૌસ્વામી અને કિશોર વાઘેલા ભજનની રમઝટ બોલાવશે. જ્યારે 5 એપ્રિલ ને ગુરુવારે સવારે 7-30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે 11-30 કલાકે બીડુ હોમવામાં આવશે અને બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમમાં પધારવા કંસારીયા હનુમાનજી મંદિરના ધવલપુરી મહારાજ અને કંસારી હનુમાનજી મંદિર સેવકગણ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.