વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ મોરબી દ્વારા હડમતિયા મુક્તિધામમાં મોક્ષાર્થે યજ્ઞનું આયોજન ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે કોરોનામાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓના મોક્ષાર્થે હડમતીયાના મુક્તિધામ ખાતે આજરોજ વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ દ્વારા પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હડમતીયા મુક્તિધામ ખાતે યોજાયેલ આ પંચકુંડી મહાયજ્ઞમાં યજ્ઞકુંડ પર દિવંગતોના પરિવારજનો દ્વારા ૐ ના મંત્રોચ્ચાર દ્વારા આહુતિઓ આપી પોતાના વ્હાલસોયા સ્વજનોને ફરી એક્વાર યાદ કરી આંખોની પાંપણ ભીંજવી હતી. આ પંચકુડી યજ્ઞ પ્રસંગે હડમતિયા મુક્તિધામ સમિતિના સેવાભાવિ સદસ્યો, વૈદિક પ્રચાર સમિતિના આર.જી. બાવરવા તેમજ તેમની ટીમ, ગામના વડીલ આગેવાનો અને ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..