મોરબીઃ આગામી તારીખ 13 ઓક્ટોબરને ગુરુવારના રોજ દોશી હાઈસ્કૂલ, મોરબી ખાતે રેખા દે પદ્મા દે માં આયોજિત પાંચીયા દાદાનો માંડવો યોજાશે. 13 ઓક્ટોબરે સવારે શુભ ચોઘડીયે કલાલશેરી ખાતે થાંભલી રોપણ કરવામાં આવશે. થાંભલીના વધામણા તારીખ 14/10/2022ને શુક્રવારે સવારે શુભ ચોઘડિયે થશે. ત્યારબાદ સવારે 9-30 કલાકે પંચના ભુવાના સામૈયા કરવામાં આવશે. બપોરે 11-30 કલાકે મોરબીના દેશળદેવ હોલ ખાતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બપોરે 2-30 કલાકે આઈ મા ના સામૈયા જયેશભાઈ ગોલતર, શ્રી રામ નિવાસ સ્થાન ત્રાજપર- મોરબી ખાતેથી કરવામાં આવશે. સાથે જ રાત્રે 9-30 કલાકે દોશી હાઈસ્કૂલ ખાતે ડાક ડમ્મરનો કાર્યક્રમ યોજાશે.