જે અંતર્ગત પંચવિધ કાર્યક્રમોનો ભાવિકોએ લાભ લીધો મોરબી : મોરબી જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવાયો હતો. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ ગત ગુરુવાર તા.૩-૩-૨૦૨૨ ના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામા આવ્યો હતો. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૮ કલાકે વૈદિક મહાયજ્ઞ, સવારે ૧૦ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાશ્રીઓ નો સન્માન સમારોહ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા હતા. જેમા બહોળી સંખ્યામા ભક્તજનો જોડાયા હતા. આ તકે મોરબી જીલ્લાના વિવિધ રાજકીય સામાજીક અગ્રણીઓએ જલારામ બાપાનો મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. જેમાં કાંતિલાલ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, કે. ડી. પડસુંબિયા, કે. ડી.બાવરવા, નિકુંજભાઈ કોટક, હીરેનભાઈ પારેખ, કે. પી. ભાગીયા, ભાવેશભાઈ ફેફર, મહેશભાઈ રાજ્યગુરુ, દેવેન્દ્રસિંહ ઝાલા, વિનુભાઈ કટારીયા, ડો. બી. કે. લહેરુ, જે. પી. જેશ્વાણી, પંકજ રાણસરીયા, હસુભાઈ પંડ્યા સહીતના રાજકીય સામાજીક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતીમા પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, ફ્રિઝ શબ પેટી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, મેડીકલ સાધનોની સેવા, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓની સેવા, દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના સમાજને અવિરતપણે પ્રદાન કરવામા આવી રહી છે. કોરોનાની મહામારીના સમયમા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખથી વધુ ફુડ પેકેટ વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, ઓક્સિમીટર સહીતની સેવાઓ અવિરતપણે પ્રદાન કરવામા આવી હતી ત્યારે આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ રાબેતા મુજબ યોજાશે. પ્રસાદમા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનોએ જલારામ પ્રાર્થના મંદિર-મોરબીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.