બગસરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ કરી લેખિતમાં રજુઆતમાળીયા (મી.) : માળીયા તાલુકાના બગસરા ગામે પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા અંગે બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જે. પારેધી સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, માળીયા (મી.) તાલુકાના બગસરા ગામે સરકાર તરફથી પ્રાથમિક સુવિધાઓ કાયમી મળતી રહે તે માટે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તે દિશામાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ત્યારે બગસરા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી પુરતું મળતું નથી. જેથી ગામમાં આવેલી શેરી, એરિયામાં 10 થી 15 દિવસે પાણી વિતરણ થાય છે. અને દર ત્રણ દિવસે સંપમાં નાનાભેલાથી બગસરા ગામે કાયમી ફોર્સ વગર અને પ્રેસરથી પીવાનું પાણી આવતું નથી. ત્યારે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા દરરોજ અથવા બે દિવસે પાણી આપવામાં આવે. આ ઉપરાંત ભાવપરથી બગસરા ગામને જોડતો ડામર પટી રોડની હાલત ખરાબ અને અતિ ભંગાર છે. આખા રોડમાં કાંકરી દેખાતી હોય જેથી નાના વાહનને નુકસાન થાય છે અને શાળાએ જતા બાળકો સાયકલ જલાવવા મુશ્કેલ પડે છે તો તેને જ્યાં સુધી નવો રોડ મંજુર નો થાય તયા સુધી રીપેરીંગ કરવા, બગસરા પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકોની ધટ છે જેથી બાળકોને પુરતો અભ્યાસ થતો નથી. જેથી તેમનું શિક્ષણ બગળી રહ્યું છે તો કાયમી નવી શિક્ષકોની જે ઘટ છે તેને ભરવા, મોરબી ડેપોની ભાવપર ગામે આવતી એસ.ટી. બસ અત્યારે બગસરા સુધી લંબાવવામાં આવી છે તેને કાયમી કરવા સહિતના પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે.