સ્થાનિકોએ મહાપાલિકામાં ધામાં નાખી રામધૂન બોલાવી, ડેપ્યુટી કમિશનર સાથે ઉગ્ર રજુઆત, ત્રણેક કલાક સુધી લેખિત ખાતરી આપવાની સ્થાનિકોએ માંગ કરીમોરબી : મોરબીમાં પંચવટી સોસાયટીના પાણી પ્રશ્ને એક રહીશે ભો-ટાંકામાં બેસી જળત્યાગ કર્યા બાદ આજે સ્થાનિકોએ મહાપાલિકા કચેરીએ સવારના ધામા નાખ્યા છે. જ્યાં સુધી લેખિત ખાતરી આપવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ અહીંથી નહિ જાય તેવું એલાન આપી ત્રણેક કલાક સ્થાનિકો કચેરીએ જ બેઠા રહ્યા છે.ગઈકાલે મોરબીના કન્યા છાત્રાલય રોડની પાછળ આવેલી પંચવટી સોસાયટીમાં પાણીના પ્રશ્ને ખાલી ભો-ટાકામાં બેસીને જળનો ત્યાગ કરી ચેતનભાઈ નામના રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ સોસાયટીના રહેવાસીઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. રહેવાસીઓએ પાણી આપોની માગ સાથે રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે પંચવટી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી પાણીનો પ્રશ્ન યથાવત છે. રાત્રિના સમયે પાણી આપવામાં આવે છે અને એ પણ ધીમું આવે છે. જેના કારણે રહેવાસીઓ પાણીથી વંચિત રહે છે અને રૂપિયા ખર્ચીને પાણી મંગાવવું પડી રહ્યું છે. છેલ્લા 12 દિવસથી એક ટીપું પણ પાણી ન આવ્યું હોવાનું રહેવાસીઓએ જણાવ્યું છે. બીજી તરફ મહાપાલિકા પણ આ મામલે સક્રિય થઈ છે. તુરંત સિટી ઈજનેર સ્થળ ઉપર દોડી ગયા હતા. અને તેઓએ કામ શરૂ કરવાનું પણ કહી દીધું હતું. પણ લેખિત ખાતરીની માંગ સાથે સ્થાનિકો ત્રણેક કલાકથી કચેરીએ બેસ્યા છે.