વાંકાનેર : તાલુકાના પંચાસીયા ગામે વડગામા પરિવાર દ્વારા આગામી તારીખ 31 ઓગસ્ટના રોજ ખેંગડા હનુમાનજી ધામ મંદિરનો જીર્ણોદ્ધાર યોજાશે. આ પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.500 વર્ષના ઇતિહાસ ધરાવતા ખેંગડા હનુમાનજી ધામ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે 31 ઓગસ્ટે સાંજે 6 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાત્રે 9-30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે. જેમાં કલાકાર દેવાયતભાઈ ખવડ, જીગ્નેશભાઈ બારોટ (કવિરાજ), ગોપાલ સાધુ અને ધનરાજ ઉપસ્થિત રહેશે.