મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે સમગ્ર ભારતભરમાં રેડિયોના માધ્યમથી “મન કી બાત” નો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે મોરબી તાલુકાના પંચાસર ગામે દરેક 'મન કી બાત ટીફીન કે સાથ' કાર્યક્રમ યોજાય હતો. પંચાસર ગામે ગુજરાત સરકારના વન, પર્યાવરણ, કલાઇમેન્ટ ચેન્જ, છાપકામ, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, મગનભાઇ વડાવીયા, નાથુભા ઝાલા, વેલજીભાઇ બોસ, અરવિંદભાઇ વાસદડીયા, નરેન્દ્રસિંહ ઝાલા, બચુભાઇ ગરચર, સિધ્ધરાજસિંહ જાડેજા, લાલજીભાઇ સોલંકી, નિતેશ બાવરવા, જીજ્ઞેશ કાનાણી, ઉમેશ ગોધવીયા, પંચાસરના સરપંચ ભગીરથસિંહ, માણેકવાળાના સરપંચ બ્રીજરાજસિંહ, રમેશભાઇ કાનાણી, નવધણભાઇ, વસંત ટુંડીયા, મોટી વાવડીના સરપંચ ભગીરથસિંહ જાડેજા સહિતનાઓએ સાથે મળી ”મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો. કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ 'મન કી બાત' બાબતે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન દેશના ખુણે ખુણે બનતી ભારતને ગૌરવ અપાવતી ધટના હોય કે રમતવિરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની વાત કે નાના નાના રમકડા બનાવતા ગરીબ શ્રમિકનો ઉલ્લેખ જરુર મનકી બાત કાર્યક્રમમાં કરતા હોય છે. જેમાંથી આપણને આત્મ નિર્ભર ભારતનો સંકલ્પ સિધ્ધ કરવાની પ્રેરણા મળે છે. કિરીટસિંહ રાણાએ તમામ દેશવાસીઓને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11-00 વાગે મન કી બાતનો કાર્યક્રમ નિહાળવો જોઇએ એવી અપીલ કરી હતી. આ તકે પંસાસર-શિવનગર ગામના આગેવાનોએ મંત્રીનું ઢોલ નગારા સાથે સ્વાગત તેમજ વિશિષ્ટ સન્માન કર્યુ હતું.