જાતિ પ્રત્યે પણ હડધૂત કરાતા એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા યુવાનને ગાડી ઉપરથી જયભીમ નામ હટાવી લેવાનું કહી એક શખ્સે ઝપાઝપી કરી જાનથી મારી નાખવા ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર ગામે રહેતા અને કડિયા કામ કરતા જગદિશભાઇ બાબુભાઇ પરમાર નામના યુવાનને આજ ગામના હીતુભા વિક્રમસિંહ ઝાલા નામના ઇસમે ગાડી ઉપર લખેલ જયભીમ નામ હટાવી લેવા કહી, ઘરે જઇ ઉશ્કેરાઇને ફરીયાદી જગદિશભાઇ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા જગદીશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તાલુકા પોલીસે આરોપી હીતુભા વિક્રમસિંહ ઝાલા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.