ડેપ્યુટી કમિશનરે સ્થાનિકોને સમજાવાનો પ્રયાસ કર્યો પણ મામલો થાળે ન પડ્યો, ચક્કાજામ દોઢ કલાકથી યથાવતમોરબી : મોરબીની પંચાસર ચોકડીએ છેલ્લા દોઢ કલાકથી ચક્કજામ કરવામાં આવ્યો છે. જેને પગલે જુના આરટીઓ પુલથી કઈ શનાળા બાયપાસ સુધી ભારે ટ્રાફિક સર્જાયો છે. વાહનોના થપ્પા લાગ્યા છે. મોરબીમાં ખરાબ રોડ અને લાઈટ સહિતના પ્રશ્ને પંચાસર ચોકડીએ સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે. ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા સ્થળ ઉપર પહોંચીને સ્થાનિકોને સમજાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પોતાની માંગને લઈને સ્થાનિકો મક્કમ છે. ચક્કાજામને દોઢેક કલાક થઈ જતા એક તરફ જુના આરટીઓ પુલ સુધી તો બીજી તરફ શનાળા બાયપાસ સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગતા વાહનચાલકો અકળાઈ ઉઠ્યા છે.