મોરબી : મોરબીના પંચાસરના પરાક્રમસિંહ ઝાલા સેનામાંથી નિવૃત થતા આવતીકાલે મંગળવારે તેઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવનાર છે. મોરબીના પંચાસરના વતની પરાક્રમસિંહ જગતસિંહ ઝાલા વર્ષ 2003થી ભારતીય સેનામાં જોડાયા હતા. તેઓએ પોતાની 17 વર્ષની કારકિર્દીમાં સિક્કિમ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ફરજ બજાવી ચુક્યા છે. તેઓ નિવૃત થઈને વતન પધારતા હોય સમસ્ત પંચાસર ગામ દ્વારા આવતીકાલે મંગળવારે સવારે 8 કલાકે તેઓના સન્માન સમારોહનું આયોજન કર્યું છે. જેમાં જોડાવા સૌ કોઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.