મોરબી: મોરબીમાં સ્વ. દયાબેન કેશવજીભાઈ પનારાના બેસણા પ્રસંગે તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દિવંગત દયાબેનની ઉંમર 82 વર્ષની હતી, તેથી તેમના પરિવારજનો દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી 82 રક્તદાતાઓ રક્તદાન કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ૨૯ સપ્ટેમ્બરના રોજ જય દ્વારકાધીશ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 82 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. દયાબેનને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ચિરાગભાઈ, રવિભાઈ, ધવલભાઈ પનારા અને ડો. નિખિલ કુમાર રૂપાલાએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, પનારા પરિવાર અને તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.