મોડીરાત્રે આવેલા ત્રણ શખ્સોએ લાકડી તેમજ પાણીની મોટી બોટલ વડે હુમલો કરતા ફરિયાદમોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં પાન - માવાની દુકાન ધરાવતા યુવક અને તેના મિત્ર સાથે અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ગઈકાલે મોડીરાત્રે હીંચકારો હુમલો કરી લાકડી અને પાણીની મોટી બોટલ વડે બન્નેને બેફામ માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં બન્નેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે પાનની દુકાનના સંચાલકની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના મહેન્દ્રનગરમાં પ્રભુકૃપા રેસિડેન્સીમાં રહેતા અને મહેન્દ્રનગર ચોકડીએ શિવાલીક કોમ્પ્લેક્સમાં પાન - માવાની દુકાન ધરાવતા ચંદ્રેશભાઈ રણછોડભાઈ પનારા ઉ.35 નામના યુવકે આરોપી શૈલેષ ગોરીયા તેમજ તેની સાથે આવેલ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.2ના રોજ મોડીરાત્રે આરોપી શૈલેષ ગોરીયા તેના બે મિત્રો સાથે પાનની દુકાને આવ્યો હતો અને પાન માવા લઈ બાદમાં અજાણ્યા આરોપીને પરત દુકાને મોકલી ચંદ્રેશભાઈને દુકાન બહાર બોલાવ્યા હતા.બાદમાં આરોપી શૈલેષે ચંદ્રેશભાઈને કહ્યું હતું કે, તને કઈ વાતની હવા છે ? તેમ કહી અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી લાકડી વડે માર મારતા ચંદ્રેશભાઈના મિત્ર દિવ્યેશભાઈ આઘારા વચ્ચે છોડાવવા પડતા શૈલેષ સાથે આવેલા અન્ય બે શખ્સોએ પણ પાણીની ખાલી મોટી બોટલ વડે બેફામ માર મારતા બન્નેને ઇજાઓ પહોંચી હતી.હાલ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.