મોરબી : મોરબી પાલિકાનું બુલડોઝર આજે સામાં કાંઠા વિસ્તારમાં ફરી વળ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા મકાન અને ઝૂંપડાઓ તોડી પાડી જમીન ખુલ્લી કરાવી હતી. આજે સવારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયા, અધિક કલેકટર કેતન જોષી, ડેપ્યુટી કલેકટર એસ.જે.ખાચર સહિતનો પાલિકાનો સ્ટાફ સામા કાંઠા વિસ્તારમાં ત્રાટક્યો હતો. જ્યાં કલેકટર કચેરીની બાજુમાં આવેલી કોળી સમાજની વેલનાથ વાડીના આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલા 2 પાક્કા મકાન, 2 ઝુંપડા અને 2 પાક્કા છાપરા પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ સમયે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જો કે આવનારા દિવસોમાં પણ આ કામગીરી ચાલુ જ રહેશે એમ પાલિકાના આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne