પાકિસ્તાનમાં બે માહેશ્વરી સમાજના યુવાનોની થયેલી હત્યા મામલે મોરબીમાં મહેશ્વરી સમાજના લોકોએ નહેરુગેઇટ થી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપ્યું હતું થરી માહેશ્વરી સમાજ મોરબીએ કૉલેક્ટર મારફત પીએમ મોદી ને આવેદન આપીને જણાવ્યુ હતું કે,તાજેતરમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના થર પાકર જીલ્લા માં આવેલ મીઠી ગામમાં અજાણ્યા હત્યારાઓ દ્વારા લઘુમતી થરી માહેશ્વરી સમુદાયના બે યુવાનોની હત્યા કરવામાં આવી હતી.આ બનાવથી ભારતમાં રહેતા માહેશ્વરી સમાજમાં ઘેરા આઘાતની લાગણી જન્મી છે.અને આ નિષ્ઠુર હત્યારાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી અને પાકિસ્તાનમાં વસતા આ લઘુમતી સમુદાય વિશે ચિંતા હોય અમારો સમાજ બંને મૃતક ભાઈઓના પરિવારોને પાકિસ્તાન સરકાર પાસેથી ન્યાય આપવવા માટે રાજદારી સંબંધો દ્વારા યોગય પગલાં લેવાની માંગ કરી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16816,16815,16814']